આજ રોજ તારીખ ૧૨/૨/૨૨ ને શનિવાર ના રોજ તાલીમ ગ્રુપ એહલે સુન્નત વલ જમાઅત એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ને પોતાના કાર્યકાળના સફળ પાંચ વર્ષ પૂરા થવાની ખુશીમાં જુહાપુરામાં ક્રેસન્ટ સ્કૂલ માં જુહાપુરામાં ખાસ કરીને જે સામાજિક કાર્યકરોએ સરાહનીય કામગીરી કરેલ છે તેવી સંસ્થાઓને અને સામાજિક કાર્યકરો ને સર્ટિફિકેટ અને સીલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે તાલીમ ગ્રુપ એહલે સુન્નત વલ જમાઅત એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર છેલ્લા પાંચ વરસ થી સખત પરિશ્રમ કરીને સમાજ માટે સારી કામગીરી કરી રહી છે, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક અવેરનેસ, ટ્રી પ્લાંટેશન, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ, જન જાગૃતિ અભિયાન, મેડિકલ હેલ્પ, એજ્યુકેશન હેલ્પ, સાક્ષરતા અભિયાન, ગરીબ લોકો ને ખાવાનું, જરૂરતમંદ લોકો ની સેવા અને કોઈ પણ જાત ધર્મ ની પરવાહ કાર્ય વગર હમેશા આગળ રહી ને મદદ કરવી એજ ઉદ્દેશ લઈ ને સમાજ સેવા કરીને એક બેહતરીન ખીદમતનું ઉદાહરણ પૂરું કરી રહ્યું છે. આજના કાર્યક્રમમાં મહેમાન તરીકે એન આર .પઠાણ સાહેબ,(રીટાયર્ડ જજ) મુસ્તાકભાઈ મુનશી સાહેબ, ( પ્રમુખ સીરત કમિટી) એડવોકેટ આબિદ કુરેશી, ડોક્ટર સોહીલ કાદરી, નૂરજહાં દિવાન, તથા નસીમ શેખ આવી કાર્યક્રમની શોભા વધારી હતી. આજના પ્રોગ્રામ મા નિહાલ ચૌહાણ, સૈયદ નીલોફર , શેખ ઈરમનાઝ, શેખ નસીમ, નૂરજહાં દિવાન, માહિર દેસાઈ, શરીફ ઘાંચી, ફારૂક રંગરેજ, અજીમ ફાઉન્ડેશનના દાઉદભાઈ કોઠારીયા, એ ટી એફ ગ્રુપના યુનુસ ભાઈ મનસુરી, નજીર પટેલ, મોહસીન મન્સૂરી(સત્ય ગુજરાત ન્યૂઝ), મઝહર શૈખ(અશરફી ન્યૂઝ ચેનલ) શૌકત હુસેન મલિક,ઓરિન ગ્રુપ, રાહત ફાઉન્ડેશન, અનીશ ભાઈ દેસાઈ, સીરત કમિટી, એન.આર પઠાણ સાહેબ(રિટાયર્ડ જજ), જુબેર ભાઈ શેખ, રમીઝ અજમેરી, ડોક્ટર શકીલ, રફિકભાઈ મેમણ (એ.ટી.એસ.) અબરાર મનસુરી (તાલીમ ગ્રુપ) ફુરકાન મીસરવાલા મિસરી, સૈયદ ઉવેસ જેવા કાર્યકર અને સંસ્થાઓને સર્ટિફિકેટ અને સિલ્ડ આપી તેમની સરાહના કરવામાં આવી.
આજના કાર્યક્રમને દાઉદભાઈ કોઠારીયા, યુનુસભાઇ મનસુરી, નજીર પટેલ, માહિર દેસાઈ, અબરાર મન્સૂરી, રમીઝ અજમેરી એ જેહમત ઉઠાવી સફળ બનાવ્યો.
આ કાર્યક્રમ બાબતે લોકોને પૂછતા ફીડબેક મળી હતી કે આવા પ્રોગ્રામો વારંવાર થવા જોઈએ અને સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો કે જેઓ સારી કામગીરી કરી રહ્યા છે તેઓની સરાહના કરવી જોઈએ જેથી લોકોમાં અવેરનેસ આવે અને વધારેમાં વધારે લોકો આગળ આવે અને જેનો ફાયદો આમ પબ્લિકને મળી રહે
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી