ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં 14મી ફેબ્રુઆરીનાં રોજને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે મનાવવા બેનરો લગાવવામાં આવ્યા છે. સંત શ્રી આશારામ બાપુથી પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ ભરૂચનાં સભ્ય જશવંત પટેલ દ્વારા વેલેન્ટાઇન ડે નો બહિષ્કાર કરી માતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો પશ્ચિમી સંસ્કૃતિનો બહિષ્કાર કરે અને વિવિધ ધર્મો અને સંસ્કૃતિમાં માનનારો દેશ વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવાને બદલે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવા પ્રેરાય તે માટે શહેરનાં વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવી જાગૃત કરવામાં આવી રહ્યા છે.
14મી ફેબ્રુઆરીના દિવસની ઉજવણી વેલેન્ટાઇન ડે તરીકે કરવામાં આવે છે. આ દિવસ યુવા હૈયાઓ માટે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાનો છે. પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઇનની યાદમાં ઉજવવામાં આવતા વેલેન્ટાઇન ડેનું ભારતમાં પણ અનુકરણ કરવામાં આવે છે. દેશની ભાવિ પેઢી ગણાતું યુવાધન વેલેન્ટાઇન-ડેની આતુરતાથી રાહ જોતું હોય છે. વેલેન્ટાઇન ડેની ઉજવણી પશ્ચિમી દેશનું અનુકરણ હોવાનું કહીને તેની ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની માંગણી અનેક સંગઠનો કરી રહ્યા છે. આ મામલે ભૂતકાળમાં પણ અનેક સંગઠનો વિરોધ કરી ચુક્યા છે. આ પૂર્વે શાળાઓમાં પણ પરિપત્ર પાઠવી વિદ્યાર્થીઓને વેલેન્ટાઈન ડે નહિ ઉજવવા સૂચના અપાઇ ચૂકી છે.
સંત આસારામ બાપુએ ગુજરાતમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી ના બદલે માતા પિતા તથા શિક્ષકનાં પૂજનનો દિવસ ગણી ઉજવવા કાર્યક્રમો આપ્યા હતા જો કે જેલવાસ બાદ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણીમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. હવે ભરૂચમાં બેનરો અને શ્રી યોગ વેદાંત સેવા સમિતિ ભરૂચના સભ્ય જશવંત પટેલ ના અભિગમથી વધુ એકવાર વેલેન્ટાઈન ડે ના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવા અપીલ કરાઇ રહી છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી