– સ્વામિનારાયણ સ્કૂલમાં ૧૦૦થી વધુ દર્દીઓએ ભાગ લીધો.
આમોદમાં આજ રોજ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે અંધજન મંડળ અમદાવાદ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ તરફથી મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારત માતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.મફત નેત્ર નિદાન કેમ્પમાં આમોદ નગર સહિત આસપાસના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.જેમાં આંખના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.દર્દીઓ માટે સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.જે દર્દીઓને આંખમાં અન્ય તકલીફ હોય તેને અમદાવાદના બારેજા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.ત્યાં તેમને નેત્રમણી સાથે મોતીયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.હતી.આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી હાજર રહ્યા હતાં.તેમજ આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન બીજલ ભરવાડ,આમોદ પાલિકા ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન જલ્પાબેન પટેલ,જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ સહિતના આવેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી