Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: GIDC પોલીસ સ્ટેશનનો TRB જવાન રૂ. 100 ની લાંચ લેતા ACB ના હાથે ઝબ્બે

વડોદરાથી સુરત સુધી હાઇવે અને વિવિધ ટ્રાફિક પોઈન્ટો ઉપર પોલીસ, ટ્રાફિક પોલીસ, TRB જવાનો સહિતના વાહનચાલકો પાસેથી ‘પર્સનલ ટોલ’ ઉધરાણું કરી રહ્યા હોવાની વડોદરા ACB ‘એન્ટી કરપ્શનને કોલ’ મળ્યો હતો. જેના આધારે છટકું ગોઠવી અંકલેશ્વર રાજપારડી ચોકડી પરથી ₹100 ની લાંચ લેતા GIDC પોલીસ સ્ટેશનના TRB જવાનને રંગેહાથ ઝડપી પડાયો છે.
વડોદરા ACB લાંચ રૂશ્વત વિરોધી દળને ફરિયાદ અને રજુઆત મળી હતી કે, વડોદરાથી સુરત સુધી નેશનલ હાઇવે NH 48 ઉપર તેમજ વિવિધ પોઈન્ટો ઉપર જે તે વિસ્તારની પોલીસ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડના જવાનો પેસેન્જર અને ગુડ્ઝ લઈ જતા વાહનચાલકો પાસેથી ઉધરાણું કરે છે.
ACB ને મળેલી બાતમી મળી હતી કે, વડોદરા-સુરત હાઇવે પર આવતા વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભરૂચ તેમજ ભરૂચ જિલ્લાના તમામ ટ્રાફીક પોઈન્ટ, પોલીસ પોઇન્ટના પોલીસ માણસો તથા ટી.આર.બી., હોમગાર્ડના માણસો માલવાહક, પેસેન્જર વાહન ચાલકોને રોકી તેઓ પાસેથી એન્ટ્રીના નામે ₹100 થી ₹1000 સુધીની લાંચની માંગણી કરી પૈસા પડાવે છે. વડોદરા એસીબી એ જે મળેલી આધારભુત માહિતીની ખરાઈ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા રવિવારે ટ્રેપ ગોઠવી હતી.
લાંચના ડીકોય છટકાનું આયોજન કરી ડિકોયરનો સહકાર મેળવી સહકાર આપનાર ડીકોયરના ટેમ્પાને વડોદરા થી ભરૂચ હાઇવે પર પસાર થતા. અંકલેશ્વરની રાજપીપલા ચોકડીના બ્રીજ નીચે આવેલા ટ્રાફીક પોઈન્ટના ફરજ પરના ટી.આર.બી. જવાને ડીકોયરના છોટા હાથીને રોકી ડિકોયર પાસેથી ₹100 ની લાંચની માંગણી કરી હતી. લાંચ સ્વીકારતા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો TRB જવાન મનીષ ગુમાનભાઈ પટેલ રંગેહાથ પકડાઈ ગયો હતો.
જે અંગે વડોદરા PI એસ.એસ.રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. ટ્રેપિંગમાં તેઓ મદદનિસ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવીઝનમાં જોડાયા હતા. ભરૂચમાં હાઇવે અને અન્ય પોઇન્ટ ઉપર ઉધરાણું કરતા ACB ના હાથે લાંચિયા ઝડપાયા હોવાનો આ ત્રીજો બનાવ છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ, ટીઆરબી સહિતનાનું ઉઘટાણુ બેખોફ ચાલી રહ્યું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચમાં ગાર્ડનમાં હિંચકે બેસવાની ના પાડતા પાંચથી વધુ શખ્સોએ રખેવાળને માર માર્યો

bharuchexpress

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़