Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ એલ સી બી ટીમ ની સરાહનીય કામગીરી

    🌹🌹🌹ખૂબ ખૂબ અભિનંદન  ટીમ એલ સી બી 🌹🌹🌹                      

                 ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા ગે.કા. રીતે થતી કેમિકલ ચોરી તેમજ બાયો ડીઝલના નામે વાહનો ઇંધણ તરીકે ભરી આપતા જવલનશીલ પ્રવાહીનુ વેચાણ ,સંગ્રહ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલ

                   જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા એલ.સી.બી ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ રાત્રીના એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર સુરત થી અંક્લેશ્વર તરફના રોડની બાજુમા કાપોદ્રા ગામની સીમમા આવેલ દ્રારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમા એક ઇસમ ગે.કા.રીતે બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી વાહનોમા ભરી આપી વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે એલ.સી.બી ટીમ દ્રારા ઉપરોકત જગ્યાએ મામલતદારશ્રી અંક્લેશ્વર તથા એફ.એસ.એલ અધિકારીશ્રી ને સાથે રાખી તપાસ કરતા હોટલના કંમ્પાઉન્ડમા બનાવેલ પતરાના શેડમા તથા પાર્ક કરી મુકેલ આઇસર ટેમ્પામા સંગ્રહ કરવામા આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનો મા ઇંધણ તરીકે ભરી આપવા મુકેલ ફ્યુલ પંપ મળી આવતા મામલતદારશ્રી તથા એફ.એસ.એલ અધિકારીશ્રી દ્રારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જવલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવા કોઇ મંજુરી ધરાવતા ન હોવાનુ જણાવતા મામલતદારશ્રી દ્રારા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહી માંથી જરૂરી નમુનાઓ લઇ મળી આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી કી.રૂ.૯૬૦૦૦/- નો જથ્થો સીઝ કરેલ છે તેમજ મળી આવેલ ઉપરોકત જવલનશીલ પ્રવાહી કોઇ પણ જાતના ફાયર સેફટી અંગેના સાધનો સિવાય ગે.કા. રીતે સંગ્રહ કરેલ હોવાનુ જણાતા સ્થળ ઉપર હાજર મળી આવેલ સદર મુદ્દામાલનો કબ્જો ધરાવનાર ઇસમ તેમજ જવલનશીલ પ્રવાહી પુરૂ પાડનાર ઇસમ વિરૂધ્ધમા એલ.સી.બી દ્રારા કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.

આરોપીની વિગત :=

(૧) મહેશભાઇ ઉર્ફે ગુગો રાજાભાઇ મેવાડા(ભરવાડ) રહે- ડાહ્યાપાર્ક સોસાયટી,વરાછા    

    સુરત મુળ રહે- સીમરણ તા-સાવરકુંડલા જી-અમરેલી

(૨) અમનભાઇ રહે-સરથાણા સુરત (વોન્ટેડ)

કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-

(૧) શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કુલ-૧૬૦૦ લીટર કી.રૂ.૯૬૦૦૦/-

(૨) ડીઝીટલ ડીસ્પેનશર મશીન (ફ્યુલ પંપ) કી.રૂ.૩૫૦૦૦/-

(૩) આઇસર ટેમ્પા નં-GJ-16-AV-1599 કી.રૂ.૦૪,૦૦,૦૦૦/-

(૪) બે પ્લાસ્ટીક ની ટેન્ક કી.રૂ.૫૦૦૦/-

        મળી કુલ કી.રૂ. ૦૫,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ   ​​

કામગીરી કરનાર ટીમ:-

                પો.. વાય.જી.ગઢવી તથા હે.કો.ચંદ્રકાંતભાઇ, હે.કો.ઉપેન્દ્રભાઇ, હે.કો. દિલીપકુમાર, હે.કો.અજયભાઇ, હે.કો.વર્ષાબેન ભરૂચ એલ.સી.બી. દ્વારા ટીમ વર્કથી કરવામાંઆવેલ છે.

 

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લાના ઇન્કમટેક્ષ ભરનારા 6 હજારથી વધુ ખેડૂતોને ચૂકવેલાં રૂપિયા 5.47 કરોડ સરકારે રિફંડ લીધા

bharuchexpress

આમોદ: ચાર રસ્તા ઉપર પીક અપ સ્ટેન્ડના અભાવે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

bharuchexpress

લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામના યુવકે ગળા ફાંસો ખાઇ જીવન લીલાસંકેલી..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़