Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત.

 

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, એસ.ટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત તેમજ અન્ય ૪ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

અંકલેશ્વરના ગડખોલ નજીક એસ.ટી બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૭૬૩૩ અને કાર નંબર જીજે ૧૯ એ.એ ૫૫૫૪ વચ્ચે અકસ્માતમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય ફરહાન ઉસ્તાદ નામના યુવાનનું તેમજ તેઓના ઝારખંડથી આવેલા સાથી મિત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું સાથે જ અન્ય ૪ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, અકસ્માતની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે મામલા અંગેનો ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચનાં શો-રૂમમાં ભીડનો લાભ ઉઠાવી બે યુવતી બૂટની ઉઠાંતરી કરી નાસી છૂટી

bharuchexpress

ભરૂચમાં ગાર્ડનમાં હિંચકે બેસવાની ના પાડતા પાંચથી વધુ શખ્સોએ રખેવાળને માર માર્યો

bharuchexpress

અંકલેશ્વરના 3 મહિનાના પાર્થે છોડ્યો જિંદગીનો સાથ…

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़