Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ તાલુકાના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતા બિસ્માર માર્ગનું રેલવે કોરિડોરના કોન્ટ્રાકટર દ્વારા સમારકામ હાથ ધરાયું.

મીડિયાની મુહિમ રંગ લાવી

 

ભરૂચ તાલુકાના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો ચાર કિમી નો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પારાવાર હાલાકી ભોગવી રહ્યા હતા. બિસ્માર માર્ગના સમાચાર પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા રેલવે કોરિડોરનું કામ કરતી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા કંબોલી ગામ તરફથી માર્ગ પર પડેલા ખાડાના પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

હજુ પણ કોઠી – વાતરસા ગામ તરફ માર્ગ પર સમારકામ બાકી છે. જે સંદર્ભે કોઠી – વાતરસા ગામના ઉપસરપંચ સલીમભાઇએ મીડિયાના માધ્યમથી બાકી સમારકામ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવે એવી માગ કરી છે. સાથે સાથે મીડિયાના માધ્યમથી કંબોલી – કોઠી – વાતરસા ગામના બિસ્માર માર્ગને વાચા આપવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

લક્ઝુરિયસ કારમાં દારૂની ખેપ મારતાં 3 ઝડપાયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અંક્લેશ્વર તરફથી આવતી કાર ઝડપી પાડી

bharuchexpress

પાલેજ-નારેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો હાલાકીમાં મુકાવા પામ્યા છે.

bharuchexpress

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़