



– આમોદ પાલિકાના વિપક્ષી નેતાએ શાસકોના અણઘડ વહીવટથી નગરજનો દુઃખી હોવાનું જણાવ્યું.
– ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્મચારીઓ માનતા ન હોવાનો વિપક્ષનો સૂર.
આમોદ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે જેમાં ભાજપના ૧૪ સભ્યો તેમજ અપક્ષ ના ૧૦ સભ્યો મળી કુલ ૨૪ સભ્યો છે.ત્યારે આજ રોજ યોજાયેલી આમોદ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના ૧૪ માંથી આઠ સભ્યો હાજર રહ્યા હતા જયારે અપક્ષના ૧૦ સભ્યો માંથી નવ સભ્યો હાજર રહ્યાં હતાં.જેમાં વિપક્ષના નવ સભ્યોની બહુમતી સાથે આમોદ પાલિકાની સામાન્ય સભા પ્રમુખ મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્ર દેસાઈ તથા સભ્યોએ વિવિધ મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.આમોદ પાલિકા દ્વારા વાહનનો એક મહિનાનો લાખો રૂપિયાનો ડીઝલ ખર્ચ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો તેમજ નગરજનો પાસેથી પાલિકાના સત્તાધીશો પાણીના ટેન્કરના રૂપિયા વસુલે છે જયારે સોલારીઝમમાં દરરોજના ત્રણ ટેન્કર મફતમાં પહોંચાડવામાં આવતા હોવાનો આક્ષેપ કરી તપાસની માંગણી કરી હતી.તેમજ આમોદ પાલિકને પાણીની માત્ર ૧૬૦૦ રૂપિયાની આવક સામે સવાલો ઉભા થયા હતા.આમોદ પાલિકામાં એક કરોડ રૂપિયાની બચત હોવા છતાં વિકાસના કોઈ કામનું આયોજનના થયું હોવાથી શાસક પક્ષના વહીવટ સામે પણ પ્રશ્નો ઉભા થયા હતાં.
આમોદ પાલિકના શાસકોના અણઘડ વહીવટને કારણે નવ મહિનાથી રિટાયર્ડ થયેલા કર્મચારીને તેના નીકળતાં પૈસા મળ્યાં નથી.આમોદ પાલિકાએ સરકારી ભાવ કરતાં વધુ ભાવે મજૂરોનું ટેન્ડર રજૂ કરતાં વિપક્ષે વિરોધ કર્યો હતો.અને આમોદ પાલિકાના વહીવટ સામે વાંધો ઉઠાવ્યો હતો.આ ઉપરાંત આમોદ પાલિકાએ તેમના વાહનોનો વીમો પણ ઉતારાવ્યો નથી.તેમજ પાલિકાની સામાન્ય સભામાં બહુમતી વિપક્ષી સભ્યોએ પગાર, લાઈટબીલ તથા પી.એફ.સિવાયના તમામ ખર્ચ સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વારંવાર ઠરાવો કરવા છતાં કોઈ અમલવારી ના થતાં વિપક્ષ લાલઘૂમ બન્યો હતો. આ બાબતે વિપક્ષી નેતા મહેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે નગરની અંદર શાસક પક્ષના પ્રમુખ ઉપપ્રમુખના અણઘડ વહીવટને કારણે આમોદની પ્રજા ભોગ બની રહી છે.જે પોતાના ઘરનો વહીવટ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી