Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેકશનના નવા કોન્ટ્રાકટનો પ્રારંભ કરાયો.

 

– સાથે 1કરોડ 37લાખના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું..

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા ના હસ્તે ૧.૩૭ કરોડ ના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાટમહુર્ત કરવામાં આવ્યું હતું .અંકલેશ્વર નગરપાલિકા માં આવતા નવ એ નવ વોર્ડ માં જનતાની સુખાકારી અર્થે રોડ રસ્તા ,લાઈટો ,પાણીની સુવિધા સહિતની માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે નગરપાલિકા દ્વારા ઘણા સમયથી ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કાર્ય શહેરભરમાં કરવામાં આવી રહ્યા છે .જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ પણ બ્લોક અને આરસીસી રોડનું લાખોના ખર્ચે ખાટમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજરોજ અંકલેશ્વર શહેરના દરેક વોર્ડમાં ઘન કચરો અને ભીનો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવા માટેનું ડોર ટુ ડોર સેવાનું પ્રારંભ કરી સ્વચ્છ અને સુંદર શહેર બનવાના પ્રયાસના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ અપીલ કરી હતી કે વિકાસ કાર્યોમાં સહકાર આપી શહેરને સ્વચ્છ અને વિકાશીલ બનાવા શહેરની જનતા અંકલેશ્વર નગરપાલિકા ને સહભાગી બને. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ,ઉપપ્રમુખ કલ્પનાબેન ઉમેરાઈ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવતા સપ્તાહે પરત ફરી શકે છે કોલંબો

bharuchexpress

અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ પબ્લિક સ્કૂલ નજીક એક યુવતીનો લટકતી હાલતમાં શવ મળ્યો.

bharuchexpress

અંકલેશ્વર: મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા શાકભાજી વાળાને પોલીસ દ્વારા હટાવવામાં આવતા મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़