Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ: એ.આઈ.સી.સીના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયાની અધ્યક્ષતામાં ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

 

– કોરોના મહામારી અવસાન પામેલા મૃતકના પરિવારજનોને ચાર લાખના વળતરની કોંગ્રેસએ કરી માંગ..

ભારતમાં દવાખાનાઓ માં અપૂરતી વ્યવસ્થા, દવા અને ઓક્સિજન ના અભાવે કોરોના કાળ માં પીડિતો એ સ્વજનો ગુમાવ્યા..મહામારી કાયદા અંતર્ગત સરકારે કોરોના પીડિત પરિવાર ને 4 લાખ આપવા જોઈએ એ માંગ હેઠળ કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા કોરોના પીડિત પરિવારો ને ન્યાય મળે એ માટે કાર્યકમો કરી સરકાર ની ઊંઘ ઉડાડવાનું કામ શરૂ કરવા માં આવ્યું..અને અંતે સુપ્રિમકોર્ટ દ્વારા સરકાર ને ફરજ પાડવા માં આવી ત્યારે સરકારે 4 લાખ ના બદલે માત્ર 50 હજાર ચૂકવવા નું નક્કી કર્યું..

કોંગ્રેસએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સરકારે કેટલાયે પરિવારો ને હજુ આ વળતર ચૂક્વ્યુ નથી ત્યારે તત્કાલ પ્રભાવ થી સરકાર દરેક કોરોના પીડિત પરિવાર ને 50 હજાર નહીં પણ 4 લાખ ચૂકવે એ માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિપક ભાઈ બાબરીયા ની અદયક્ષતા જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા ,નાઝુ ફડવાળા,શહેર પ્રમુખ વિકી શોખી,મહિલા પ્રમુખ જ્યોતિ બેન તડવી,અંકલેશ્વર ના શરીફ કાનૂગા સહિત ના આગવેનાઓ એ કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરના કાપોદ્રાના યુવકની પ્રેમસંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા; સાળા-બનેવીએ ખેતરમાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીંક્યા

bharuchexpress

પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન REAUCTION શરૂ કરવામાં આવેલ

bharuchexpress

દિવાળી ટાણે જ ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા ગંદકીનો શણગાર!

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़