



– સાંસદ મૌઉઆ મૈત્રએ એ સંસદ માં કર્યું હતું નિવેદન..
– જૈન સમાજ ના છોકરા છોકરીઓ છુપાઈને ખાય છે નોનવેજ
પશ્ચિમ બંગાળના ટીએમસી ના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદ ની ગલીઓમાં નોનવેજ ખાય તેમ સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધ આતો ની લાગણી વ્યાપી જવા પામી હતી જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મૌઉઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સંસદ સભાના અધ્યક્ષ તેમને ગૃહ માંથી સસ્પેન્ડ કરે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી..
જૈન સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિરે ભેગા થઈ કલેકટર ઓફિસ પહોંચી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ,જૈન સમાજના પ્રમુખ હિતેશ શાહ ,જીગ્નેશ શાહ રાજેશ શાહ, ચંદ્રકાંત શાહ વિરલ શાહ સહિતના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેક્ટર ને રજુઆત કરી હતી
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી