Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે બલીરાજાના તપોવન ભુમી પર આવેલ અતિ પ્રાચિન નર્મદા મંદિરે નર્મદા માતાજીને સવામણ દુધનો અભીષેક કરવા સાથે મંદિર ના પટાંગણ માંજ નર્મદા કુંડી યજ્ઞા સહિત હવન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે પણ માં નર્મદાની સવા લાખ દિવડાની મહાઆરતી, અન્નકૂટ, 1000 સાડી અર્પણ, મહાપૂજા, અભિષેક અને મહાપ્રસાદી, વગેરે જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાન કરવામાં આવ્યું છે..

ઉલ્લેખનીય છે કે ભારત દેશ હજુ પણ કોરોના જેવી મહામારી ના ભરડા માંથી મુક્ત થયું નથી ત્યારે નર્મદા જયંતી નિમિત્તે યોજાતા ભવ્ય કાર્યક્રમો ના જગ્યાએ સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મંદિરોમાં સાદગીપૂર્ણ રીતે મા પાવન સલિલા નર્મદાજી ની જયંતી ઉજવામાં આવી રહી છે..

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યો.

bharuchexpress

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સીટી સેન્ટરમાં સાવરીયા ઓર્ગેનિક નામની કાચી ધાણીનુ તેલ ના વેચાણ ની શોપ નુ શુભારંભ કરવામાં આવ્યું 

bharuchexpress

હવે ટીવી પર દર અઠવાડિયે જોવા નહી મળે હસીનો ડોઝ, બંધ થઇ શકે છે ‘ધ કપિલ શર્મા શો’

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़