Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

સમસ્ત જૈન સમાજ અંકલેશ્વર અને ભાજપ મીડિયા સેલ દ્વારા પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદે જૈન સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજનું સેવન કરતાં હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે જેને અભદ્ર ટીપ્પણી કરતા જૈન સમાજ અપમાન કરતાં લાગણીઓ દુભાઈ હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે આ ટી.એમ.સીના સાંસદ જૈન સમાજની જાહેરમાં માફી માંગે અને સાંસદ તરીકેનું રાજીનામું આપે તેવી માંગ કરી છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જૈન સમાજ આગેવાન હેમંત શાહ, જનક શાહ સહીત ભાજપના આગેવાનો મીડિયાસેલના સભ્યો અને જૈન સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

યુપીએલ કંપની દ્વારા સ્વસ્થ સેતુ કાર્યક્રમ હેઠળ આજરોજ કડોદરા ખાતે સુંદર રીતે આયોજન કરવામાં આવેલ

bharuchexpress

વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

bharuchexpress

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़