Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: AIMIM પાર્ટીના કાર્યકરોએ પાર્ટીના વડા અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.

 

– ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પરત ફરતા અસરુદ્દીન ઓવૈસીની કાર પર થયો હતો હુમલો.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યા પછી દિલ્હી પાછા ફરતી વખતે હાપુડ-ગાઝિયાબાદ હાઈ-વે પર સાંસદ અસદુદ્દીન ઓવૈસીની કાર ઉપર હુમલો થયો હતો. એ પછી સરકારે તાત્કાલિક અસરથી ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી હતી.

આ ઘટના બાદ એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટીના કાર્યકરોમાં સરકાર વિરુદ્ધ રોષ વ્યાપી જવા પામ્યો છે જેના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા છે આજ રોજ ભરૂચ શહેર એ આઈ એમ આઈ એમ પાર્ટી ના પ્રમુખ નદીમ ભીખી ના અધ્યક્ષતામાં હુમલાને વખોડતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતીકે હુમલો કરનાર તેઓને તાત્કાલિક કરી કડકમાં કડક કાર્યવાહી કરી સજા ફટકારવા માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆતમાં ભરૂચ વોર્ડ નંબર 10 માંથી એ આઈ એમ આઈ એમ પાર્ટી માંથી ચૂંટાયેલા સભ્ય ફહીમ શેખ,સાહીલ‌મલેક, શાહનવાઝ ‌શેખ,જાવીદ‌ પટેલ સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે..

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

તવરા ગામના લોકોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું, વાગરાના ભાજપના ધારાસભ્ય પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા

bharuchexpress

અંકલેશ્વર-ભરૂચને જોડતા નેશનલ હાઇવે નં. 8 પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

bharuchexpress

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વાવેરા ગામે વરિષ્ઠ પત્રકાર વિક્રમ સાખટ ઉપર માથાભારે શખ્સો દ્વારા હુમલો કર્યો….

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़