– મહિલા કર્મચારીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ
– શાળાના કોમ્પ્યુટર સહિત સામાનને પણ નુકશાન
– સદનસીબે શાળામાં કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની ટળી
અંકલેશ્વર તાલુકાનાની મોદી નગર મિશ્રશાળા માં અચાનક છત ધરાશય થતા શાળાની ઓફિસ માં કામ કરતી મહિલા કર્મચારી ના માથા પરના ભાગે ગંભીર ઇજા ઓ પોહોંચવા પામી હતી..આજરોજ વહેલી સવારે પોતના નિત્યકર્મ પ્રમાણે ભારતી બેન રાણા કે જેઓ શાળામાં પટાવાળા તરીકેની ફરજ બજાવે છે તે શાળામાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા તે દરમિયાનજ છત ધરાશ થતા ભારતી બેન ને માથા ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિક્ષણને વેગવંતુ બનાવવા માટે વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટઓ ની ફાળવણી કરવામાં આવતી હોય છે . જેમાં નગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી નગરપાલિકાઓને પણ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવણી કરવામાં આવતી હોવા છતાં અણઆવડત કારણે નગરપાલિકા દ્વારા સ્કૂલોનું નવીનીકરણ અને માળખાકીય સુવિધા આપવા માં નિષ્ફળ નિવિડતા હોય તેવી શર્મનાક ઘટના આજરોજ અંકલેશ્વર તાલુકા ની મોદીનગર મિશ્રશાળા નંબર 18 માં બની હતી..આ શાળા માં આજુબાજુ ના ગરીબ બાળકો પોતાનું ભાવિ બનાવા ઉદ્દેશથી આવતા હોય છે ત્યારે આવી ઘટના અંકલેશ્વર નગરપાલિકા ની શિક્ષણ અંગે ની ઉદાસીનતા દર્શાવી રહી છે આ ઘટનામાં સદ્નસીબે કોરોના ની ગાઈડલાઈન આ કારણસર સ્કૂલોને બંધ રાખવાની બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી..
આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખનું સંપર્ક કરતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંકલેશ્વરની નગરપાલિકા સંચાલીત ત્રણ શાળાઓ ખરેખર જર્જરિત હાલતમાં છે જ જે બાબત સ્કૂલોના નવીનીકરણ માટેની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે જેથી થોડા સમયમાં જ ગ્રાન્ટ ફાળવીને આ સ્કૂલોનું નવિકરણ કરી દેવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી