Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાગરા: ઓપેલ કંપનીના કિંમતિ કેટાલીસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો

 

– પોલીસે પાંચ આરોપી સહિત કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરી અટકાવવા અપાયેલ સુચના અંતર્ગત વાગરા પોલીસ ટીમ મુલેર ચોક્ડી ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે દહેજ બાજુથી એક બાઇક ચાલક કે જેણે કાળા કલરનું જેકેટ પહેરેલ છે તે એક થેલીમાં ચોરીનો સફેદ પાવડર લઈને આવે છે. વાગરા પોલિસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવતા કંપનીમાં પ્રોસેસમાં વપરાતો મોંધો કેટાલીસ્ટ પાવડર સાથે મહંમદ ફૈજાન ઇરફાન પટેલ, ઉ.૨૧, રહે. મુલેર મસ્જીદ ફળીયું ફળીયું,વાગરાને અટકાવી તપસતા તેની પાસે રહેલ થેલીમાંથી દોઢ કિલોગ્રામ જેટલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે ૧ લાખ ૫૦ હજાર મળી આવ્યો હતો.

વાગરા પોલીસે પાવડર સાથે ઝડપાયેલા મહંમદ ફૈજાન પટેલની સઘન પુછતાછ કરતા તેની સાથે પાવડર ચોરીમાં સંકડાયેલા અન્ય આરોપીઓ પ્રફુલ્લ ગોવીંદ પરમાર, રહે. મુલેર મસ્જીદ ફળીયું, સુધીર વિરમ વસાવા રહે. અંભેર, નવી નગરી, કિશન વિરમ વસાવા, રહે, અંભેર,નવી નગરી ,ધર્મેશ બુધેસંગ પરમાર, રહે. પાલડી,ભાથીજી મંદીર,તા. વાગરાને પણ ઝડપી પાડી તેમની પાસેથી ૩ કિલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે રૂ.૪,૫૦,૦૦૦/- જપ્ત કર્યો હતો. પોલીસે પાંચેવ આરોપીઓની અટકાયત કરી બાઇક, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૫,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી દહેજ જી.આઇ.ડી.સી ઓપેલ કંપનીમાં થી ચોરાયેલ પાવડરનો ભેદ ઉકેલ્યો હતો.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ચોમાસામાં નર્મદાનો નિનાઈ ધોધનો અદભુત નજારો, ઝરણામાંથી 70 મીટર ઊંચાઈથી પાણી વહેતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

bharuchexpress

ઝઘડિયામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે કીચડથી લપસણો બનતાં હાલાકી

bharuchexpress

ભરુચ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નબીપુરની પ્રાથમિક કન્યા શાળા ખાતે ઉજવણી કરાઈ..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़