– જિલ્લા આયોજન હેઠળના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા કલેક્ટર દ્વારા અપાયેલી સૂચના
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ ભરૂચની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ જિલ્લા આયોજન હેઠળના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જે કામગીરીનું તાલુકા વિકાસ અધિકારી ધ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલ છે તે કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તાકિદ કરી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા યોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધિન, ૫% પ્રોત્સાહક, રાષ્ટ્રીય પર્વ, વિકાસશીલ તાલુકો, ધારાસભ્ય ફંડ, ATVT યોજનાના કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરઓ, આરોગ્ય, માર્ગ અને મકાન(પંચાયત) વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.