Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત

 

ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર: ધો.૧ ના વર્ગો બંધ કરવા અંગેના સ્કૂલ સંચાલકોના નિર્ણય બાબતે ફેર વિચારણા કરવા વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી

bharuchexpress

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વાવેરા ગામે વરિષ્ઠ પત્રકાર વિક્રમ સાખટ ઉપર માથાભારે શખ્સો દ્વારા હુમલો કર્યો….

bharuchexpress

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़