Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર GIDCની અમલ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ

 

અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ નામની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના પ્લાન્ટમાં ચાલતી કામગીરી દરમિયાન અચાનક આગ ફાટી નિકળી હતી. જોકે, સ્થાનિક ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
આ આગ કંપનીના પ્લાન્ટમાં ચાલતી કામગીરી દરમિયાન લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી. કંપનીમાં લાગેલી આગમાં મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ થઇ જતાં માલિકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓ નો વધુ એક સપાટો, ક્રાઇમ બ્રાન્ચના ત્રણેય PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ કરવામાં આવ્યા

bharuchexpress

ચોમાસામાં નર્મદાનો નિનાઈ ધોધનો અદભુત નજારો, ઝરણામાંથી 70 મીટર ઊંચાઈથી પાણી વહેતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

bharuchexpress

ભરુચ: ધાર્મિક તહેવારો દરમિયાન શહેરમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારીને કરી રજુઆત..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़