આથી જાહેર જનતા જાણ કરવામાં આવે છે કે તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનવા પામેલ છે આ બનાવ સંબંધે અમુક અસામાજિક તત્વો દ્વારા જાહેરસુલેહશાંતિ ડહોળવા અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા સોશિયલ મીડિયા ઉપર ભડકાવ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ / ટીપ્પણી કરી જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાય આવેલ છે
જેથી તમામ એ નોંધ લેવી કે કોઈ વ્યક્તિ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરશે અથવા અન્ય કોઈ વ્યક્તિ મારફતે કરાવશે કે આ બનાવ સંબંધે કોઈ ખોટી અફવાઓ ફેલાવશે તો તેઓ વિરોધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વ્હોટસએપ ,ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપ ચેટ જેવી તમામ સોશિયલ સાઇટ ઉપર લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ,સાયબર પોલીસ સ્ટેશન તથા તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો ઉપર સતત બાજ નજર રાખવામાં આવેલ છે જેની તમામે નોંધ લેવી તથા ખોટી પોસ્ટ તથા અફવા ઉપર ધ્યાન નથી આપી ભરૂચ જિલ્લામાં સુલેહ શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે હેતુ ભરૂચ જિલ્લા પોલીસને સહકાર આપવા વિનંતી છે.
🙏🙏🙏
ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા જાહેર જનતા ને અપીલ કરે છે કે આવા ગુનાહિત કૃત્ય (કાર્ય) કરવાથી પોતે પણ બચે અને બીજાને પણ બચાવે માટે અફવાઓ પર ધ્યાન આપવું નહિ
🙏🙏🙏