ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. ગરીબો માટે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ પછી પહેલા પેટ પુજા માટે જ દિવસભર પરિવારનું બોજ લઈને ફરતા હોય છે. અને આવા ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે… આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા… જે ધર્મ-અધર્મથી ઈતર માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે. જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર… ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ જ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ ટ્રસ્ટ છે. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરુચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આજે આયોજન કરવામાં આવ્યું હતું… વાગરામાં આવેલ મરઘાં કેન્દ્રમાં આ ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 14 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.
વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી.
સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ શાદી પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ દુઆઑ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકેહાજી હુસેન શાહ મલેકપુર અને હજી મજીદ શાહ શાયર અને હાજી ફારૂકભાઇ પાંચભાયા અને સંદીપભાઈ અને હાજી સુલેમાન શેઠ હાજી સબીર ભાઈ અને હાજી મોહસીન મોહમ્મદભાઈ અને હાજી સાજીદ વાલી અને રજાક ઈસ્માઈલ અને હાજી દાઉદ અને આરીફ મોહમ્મદ અકુબત અને હાજી આદમ દાવિ અને હાજી યાકુબ ભાઈ અને સબીર ભાઈ સરપંચ અને હાજી અહમદ ઈશા પટેલ હાજી ઈમ્તિયાઝ માનવ સેવા ટ્રસ્ટ ના તમામ સભ્યો અને હાજી સુલેમાન ડોલા ફેઝલ પટેલ અબ્દુલ કામથી અલી ભોજાણી તથા અબ્દુલ ભાઈ કામથી ની ટીમ અને માનવસેવા તમામ બહેનો આ સર્વધર્મ સમુહ લગ્નમાં હાજર રહ્યા હતા
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી