ભરૂચ ખાતે સ્ટેચ્યુ બાગ ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને ફૂલહાર,સુત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટીએ શહીદ દિવસ મનાવ્યો હતો.
૩૦મી જાન્યુઆરીનો ગોજારો દિવસ એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે “ શહિદ દિવસ” તરીકે ઊજવીએ છે. આ દિવસે વિશ્વશાંતિના પ્રણેતા આપણા વહાલા બાપુને વિકૃત અને હિન માનસીકતા ઘરાવતા લોકોએ આપણાથી છીનવ્યા હતા. આજે દેશપર ગાંધીના હત્યારાઓની માનસિકતા ઘરાવતા લોકોનું સાશન છે ત્યારે ગાંધી શહિદ દિને ગાંધીનો સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતગ્યતા વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લઘુમતી સેલ ના પ્રમુખ આરિફભાઈ અંસારી, જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, ભરૂચ શહેર પ્રમુખ ગોપાલ રાણા, લઘુમતી સેલના પ્રમુખ ઝફર શૈખ સહિત આમ આદમી પાર્ટીની વિચારધારાને વરેલા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી