Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: સેવાશ્રમ રોડ નું કામ એક વર્ષે પણ શરૂ ન થતા અનોખો વિરોધ.

 

– આંદોલનકારી જાગૃત સિનિયર સિટીઝન પુનઃ મેદાનમાં.

– જોકરની ટોપી,શરીર પર બેનર અને સીટી વગાડી મુખ્ય રસ્તા પર ઉભા રહી જાગૃતિ નો પ્રયાસ.

ભરૂચના વિકાસ કાર્યો ને બ્રેક લાગતા પાલિકા અને તંત્ર ને જગાડવા ના આશય સાથે જાગૃત સિનિયર સિટીઝને પાંચબત્તી સર્કલ પાસે સીટી વગાડી અનોખુ વિરોધ પ્રદર્શન કરતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. ભરૂચના સિનિયર સિટીઝન અને નિવૃત સરકારી અધિકારી બીપીનચન્દ્ર જગદીશવાલા છેલ્લા બે વર્ષ થી નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે આંદોલન છેડવા સાથે ઉપવાસ આંદોલન પણ કરી ચુક્યા છે.આ જાગૃત નાગરીકે પુનઃ પોતાના અનોખા અંદાઝ માં માથે જોકરની ટોપી,શરીર પર બેનર અને સીટી વગાડી મુખ્ય રસ્તા પર ઉભા રહી નગરપાલીકા કાર્યશૈલી સામે વિરોધ કર્યો હતો.

તેવોએ હાથમાં બેનર સાથે અસંક્ષેપ કર્યા હતા કે કોન્ટ્રાક્ટરને ૧૩ લાખ રૂપિયાનો આપ્યા બાદ પણ સેવાશ્રમ રોડ નું કામ શરૂ કરાયું નથી.તેથી દર ચોમાસે પાંચબતીથી સેવાશ્રમ રોડ ની ઉપર પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી .નગરપાલિકા પ્રજાની સમસ્યાઓ ના નિવારણ માટે નિષ્ફળ નીવડી હોવાનું જણાવી તેવોએ અનોખુ વિરોધ પ્રદર્શન કરી પ્રજા અને તંત્ર ને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી લોકો માં પણ કુતુહલ સર્જાયું હતું…

( આ અનોખા વિરોધ પ્રદર્શન રૂપી જાગૃતિના પ્રયાસ બાદ પાલિકા તંત્ર ક્યારે જાગૃત થાય છે તે જોવું રહ્યું..)

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા લુપિન કંપનીના સહયોગથી જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું…

bharuchexpress

ભરૂચ જિલ્લામાં 54 દિવસમાં જ મોસમનો 71 % વરસાદ

bharuchexpress

કલેકટર શ્રી તુષારભાઈ સુમેરા હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામ ના મતદાન મથકોની મુલાકાત લીધી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़