Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

 

દર વર્ષે તા. ૨૪ જાન્યુઆરીએ દેશભરમાં ઉજવાતા ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન- દહેજ એકમ દ્વારા બાલિકાઓનો ઉત્સાહ વધારવા ઉત્થાન કાર્યક્રમ અંતર્ગત ઉત્થાન સહાયકો દ્વારા વાગરા તાલુકાની ૧૪ શાળાઓમાં બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દહેજ કન્યા અને કુમાર, લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેઠા, જોલવા, રહીયાદ, વેગણી, કોલીયાદ અને કલાદરા પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. ‘મારો હીરો’ અને ‘મારું સપનું’ થીમ પર આયોજિત ઉજવણીમાં ૧૪૧ બાળકો સહભાગી થયા હતા.

બાળકોએ શાળાઓ અને ગામના ફળિયામાં મહાન ખેલાડીઓ, કલાકારો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વિગેરેના ચાર્ટપેપર પ્રદર્શિત કરી તેમના યોગદાન અને સફળતાની સમજ આપી હતી. કાર્યક્રમમાં બાળકોએ પોતાના સ્વપ્ન વિશે લેખનસ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ બાળકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરી ઉજવણીમાં જોડાયા હતાં.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

આમોદ મેલીયા નગરીમાંથી ૧.૫૭ લાખના વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ.

bharuchexpress

ભરુચ: અનુસૂચિત જાતિ પેટા યોજનાની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી

bharuchexpress

ભરૂચ: માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની ઉજવણી કરાઇ.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़