



– કેટલીક બસોના રૂટ બંધ કરી દેતાં મુસાફરોમાં એસ.ટી.નિગમ સામે રોષ..
આમોદએ તાલુકાનું મથક હોવા છતાં એસ.ટી નિગમ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનો શૂર ઉઠવા પામ્યો છે.એસ. ટી. નિગમ દ્વારા આમોદના ઘણાં રૂટ બંધ કરી દેવામાં આવતાં મુસાફરો પૈકી વિધાર્થીઓ તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ-પાટવેલ-આમોદ રૂટ બંધ કરવામાં આવ્યો છે. તેમજ રાત્રીના સમયે જંબુસરથી ભરૂચ જતી એસ. ટી. બસનો રૂટ પણ બંધ કરવામાં આવતા રાત્રીના સમયે મુસાફરોએ ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે.જંબુસર -કીર્તિ શિડયુલ પૈકી ચાર પાંચ રૂટ આમોદ લંબાવવામાં આવે તો મુસાફરોને ઘણી જ રાહત થાય તેમ છે. તેમજ એસ.ટી.નિગમની આવકમાં પણ વધારો થાય તેમ છે. આ ઉપરાંત આમોદ ચાર રસ્યા ઉપર કોઈ પીક અપ સ્ટેન્ડ ના હોવાથી ભરૂચ અથવા જંબુસર- વડોદરા જવા માટે માત્ર આકાશની નીચે જ ખુલ્લામાં મુસાફરોએ ઉભા રહેવું પડે છે.ચોમાસાનો ધોધમાર વરસાદ હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો ધોમધખતો તાપ હોય આમોદ ચાર રસ્તા ઉપર ફરચક ટ્રાફીક વચ્ચે સાવચેતીપૂર્વક જ્યાં બસ ઉભી રહે તે તરફ દોટ મુકવી પડે છે.જેથી આમોદની નબળી નેતાગીરીને પરિણામે લોકોની કરુણતાનો કોઈ પાર જ રહ્યો નથી.આ બાબતે આમોદના જાગૃત નાગરિકો તથા સંસ્થાઓએ અસંખ્ય વખત લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ભરૂચ-આમોદ-ભરૂચ માટે નિયમિત બસ સેવાની માંગણી પણ અભરાઈએ ચઢાઈ દેવામાં આવી છે.વાગરા-અમદાવાદનો રૂટ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી