Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના

• અચાનક મજાર શરીફના દર્શન થતા લોકોમાં કુતુહલ

• ઘટના બાદ સ્થાનિકો આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી

ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક ચમત્કારિક ઘટના સામે આવતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જેમાં જ્યારે મકાનનું બાંધકામ માટે ખોદાણ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક મઝાર શરીફ (કબ્ર) નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.
ભરૂચના બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વેળાએ એક મજાર શરીફ (કબ્ર) દેખાતા ખોદકામ અટકાવાયું હતું. મકાનના નવા કન્ટ્રક્શન બાંધકામ દરમિયાન મજાર શરીફ નિકળ્યાનો વિડિયો વાયરલ થતાં જ અને અચાનક મજાર શરીફના દર્શન થતા લોકો તેમજ સ્થાનિકો કુતુહલ સાથે મોડી રાત્રી સુધી મજારના દર્શને ઉમટ્યા હતા.

આ મજાર શરીફ વર્ષો પુરાણું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.જ્યાં ઉમટેલા લોકોએ આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી હતી.
જો કે આ ઘટનાના પગલે સ્થાનિક સહિતનાઓમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. જેમાં આ જગ્યા દરગાહ નજીકની હોય વકફ બોર્ડની માલીકીની જગ્યામાં મકાન બંધાય છે કે કેમ તે અંગે સ્થાનિકોએ તપાસ આરંભતા આખરે દરગાહ નજીક જ આ જગ્યા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. શું વકફ ની જગ્યાઓ ઉપર બાંધ કામ થઇ રહ્યા છે ? જેવી બાબતો આ ઘટના કર્મ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકની હદમાંથી રૂપિયા પોણા બે લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ખેપિયાઓ ને ઝડપી પાડયા હતા

bharuchexpress

ભરુચ: લગભગ 2 વર્ષના લાંબા સમયગાળા બાદ નબીપુરમાં આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની કિલિયારીઓ ગુંજી ઉઠી

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़