રાજ્યમાં અવારનવાર મોબાઈલમાં ક્યાંક બ્લાસ્ટ તો ક્યાંક સ્પાર્ક થવાના કારણે મોબાઈલમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, કેટલીક ઘટનાઓમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે, ત્યારે વધુ એક ઘટના અંકલેશ્વરમાંથી આજે આવી હતી.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ એક મોબાઈલ રીપેરીંગ શોપમાં કામ કરતા કારીગરના ટેબલ ઉપર જ રીપેરીંગમાં આવેલ મોબાઈલમાં અચાનક ભડકો થતા દુકાનમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ત્યારે સમગ્ર ઘટનાક્રમ દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે કંઈ રીતે ટેબલ પર મુકેલ મોબાઈલમાં અચાનક સ્પાર્ક થયા બાદ ભડકો થયો હતો, હાલ સમગ્ર મામલા અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી