



બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ઉમરવાડા નજીક ગુજરાત ગેસ કંપનીની સામે આવેલા કમ્પાઉન્ડમાં ઝાડ સાથે લટકતી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, સ્થાનિકોએ લટકતી હાલતમાં મૃતદેહ જોઈ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરતા પોલીસે સ્થળ પર દોડી જઇ મૃતકનો મૃતદેહ ઝાડ પરથી ઉતારી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મહત્વની બાબત છે કે હાલ આ યુવતીના મોત અંગેનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ આ યુવતી કોણ છે અને અહીંયા ક્યાંથી પહોંચી તે દિશામાં પણ પોલીસે મામલા અંગે ગુન્હો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી