Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

બે ઇસમો બંદૂક અને ધારદાર હથિયાર લઇને ધસી આવ્યા હતા દુકાનમાં…. પછી જુઓ શું થયું

વિડિયો જોવા આ લિંક પર ક્લીક કરો…..

https://youtube.com/shorts/6AtZSswhkdk?feature=share

 

 

 

 

 

ભરૂચ.

ભરુચ જાડેશ્વર રોડ પર જ્વેલર્સ લૂંટની ઘટનાનો બનાવ..

લૂંટનો નિષ્ફળ પ્રયાસ ની ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ..

સોનાની ચેન લેવાના બહાને દુકાનમાં કર્યો હતો પ્રવેશ

દુકાનદારે બૂમો પાડતા આજુ બાજુના સ્થાનિક દુકાનદારો આવી જતા બે ઈસમો થયા હતા ફરાર

પોલીસે તાત્કાલીક એક ઈસમને તુલસીધામ શાક માર્કેટ નજીકથી ઝડપી પાડયો ..

ભરૂચ જાડેશ્વર રોડ પર આવેલા ભરચક વિસ્તાર ના સ્ત્રી નિકેતન શોપિંગ સેન્ટરમાં ત્રણ ઇસમો દ્વારા સોનાની ચેન લેવાના બહાને દુકાનમાં પ્રવેશ કરીને બંદુકની અણીએ દુકાનદાર સાથે ઝપાઝપી કરી લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના આવેલી શ્રી નિકેતન શોપિંગ સેન્ટરમાં સુંદરમ જ્વેલર્સ નામની પોતાની દુકાનમાં ગોરીશંકર સોની ની સવારના સમયે એકલા બેઠા હતા.. તે દરમિયાન ત્રણ ઈસમો દુકાનમાં સોનાની ચેન લેવી છે તે બહાના હેઠળ પ્રવેશ કરી દુકાનદાર સોનાની ચેન બતાવવા જતાં એક ઈસમે પાછળથી આવી મોઢું દબાવીને હાથાપાઈ કરી અને બીજા ઇસમે પોતાના પાસેની બંદૂક કાઢી ધમકાવોની પ્રયાસ કરતા હતી. જે દરમિયાન દુકાનદાર ગોરીશંકર સોની એ હિંમતપૂર્વક ત્રણેવ લૂંટારાઓનો પડકાર આપી બૂમ પાડતા આજુ બાજુના સ્થાનિક દુકાનદારો દોડી આવતા પકડાઈ જવાના બીકે ત્રણે ઈસમો લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા ..આ બાબતની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોહોંચી દુકાન માં લાગેલા સીસીટીવી મેળવી તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાતા એક ઈસમને તુલસીધામ શાક માર્કેટ નજીકથી ઝબ્બે કરી લીધો હતો ..

ઉલ્લેખનીય છે કે ઈસમો શોપિંગ ઘટનાને અંજામ આપવા માટે સી ડિવિઝન વિસ્તારમાંથી જ ચોરીની બાઇક લઇને આવ્યા હતા અને શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં જ મૂકીને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે દુકાનમાં પ્રવેશ્યા હતા પોલીસે ચોરીની બાઇક અને બનાવ ના ૩ આરોપીઓને ફક્ત ૯૦ મિનિટ માં c ડિવિઝન પોલીસે પકડી પાડયા

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્ક્સ માં આઁફિયત બ્લડ ડોનેશન ગ્રુપ તરફથી તથા કુમાળ પાળ ગાંધી બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

bharuchexpress

ભરૂચના વેજલપર વિસ્તારમાં જ જાહેરમાર્ગોના ગાબડા પુરવા માટેનું મુહૂર્ત ક્યારે..

bharuchexpress

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़