ભરૂચ ની દેહગામ ચોકડી પાસે આવેલી અલ મુકામ સોસાઈટી ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં અલ મુકામ સોસાયટીને ત્રિરંગી ફુગાઓથી શણગારવામાં આવી હતી નાના ભૂલકાઓ પણ હાથમાં ત્રિરંગો ઝંડો લઈને દેશભક્તિના ગીતો ગાતા નજરે પડ્યા હતા, સોસાયટીમાં આવેલા મહેમાનો નું ફૂલ આપીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે દેહગામ ગામના સરપંચ શ્રી યાકુબ ઈબ્રાહીમ માજરા – તથા સભ્ય શ્રી અયુબ વલી દૂધવાલા તથા ઈકબાલ ઈસ્માઇલ પટેલ તથા બીજા સામાજિક આગેવાનો હાજર રહેલ હતા.આ પ્રોગ્રામ અલ મુકામ સોસાયટી વતી પ્રમુખ બસીરભાઈ મન્સૂરી ઉપ પ્રમુખ યાહ્યાખાન પઠાન તથા સેક્રેટરી તનવીર રાઠોડ નાઓ તરફ થી કરવામાં આવેલ હતો.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી