Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: જિલ્લામાં ૨૫ મી જાન્યુઆરીએ બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

 

– ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએની થીમ પર ઉજવાશે

– રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુલી (ઓનલાઈન) યોજાનાર કાર્યક્ર્મમાં
ભરૂચ જિલ્લાની જનતાને જોડાવા અનુરોધ

ભારતના ચૂંટણીપંચની સુચનાનુસાર જિલ્લામાં બારમા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની વર્ચ્યુલી ઉજવણી કરવામાં આવશે. જિલ્લા હેડક્વાટર્સ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા દિવસ ઉજવાશે, જેમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, મતદારયાદી નાયબ મામલતદાર, બીએલો સુપરવાઈઝર, બીએલો અને કેમ્પસ એમ્બેસેડર્સનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. જિલ્લામાં મતદાતા દિવસની વર્ચ્યુઅલી ઉજવણીમાં PWD સંસ્થાઓ, સામાજીક સંસ્થા જેમ કે કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, જન શિક્ષણ સંસ્થા તેમજ નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન, NSS,NCC, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ નાગરિકોને ૨૫મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલના હસ્તે ઉજવણી થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે..આ કાર્યક્ર્મના પ્રસારણ માટેની લીંક કલેકટર કચેરી, ભરૂચ તથા જિલ્લાની સરકારી કચેરીઓના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે જે લીંકથી આ કાર્યક્ર્મમાં જોડાઇ શકાશે.

હાલમાં પણ મતદારયાદી સતત સુધારણા કાર્યક્ર્મ શરૂ છે મતદારયાદીમાં નામ નોંધાવવા/કમી કરવા/ સુધારો કરવા માટે ઓનલાઇન એપ્લીકેશન જેવી કે Voter help line, www.voterportal.eci.in, www.nvsp.in નો ઉપયોગ કરીને પણ મતદારયાદીમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તથા નામ-સરનામામાં સુધારાની કામગીરી થઇ શકે છે તેમજ સંબંધિત બી.એલ.ઓ મારફતે પણ કામગીરી થઇ શકાશે. તેમજ વધુ માહિતી માટે ટૉલ ફ્રી-૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. વધુમાં વધુ ઓનલાઇન એપ્લીકેશનનો ઉપયોગ કરવા તથા મતદાર બનવા માટેની યોગ્યતા ધરાવનાર એક પણ વ્યકિતનું નામ મતદારયાદીમાં નોંધાયા વિના ન રહે તે માટે ભરૂચ જિલ્લા કલેકટરશ્રી દ્ધારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

bharuchexpress

ભરૂચ જિલ્લામાં રોજગારીનું સર્જન થાય તે માટે કલેકટર કચેરી ખાતે બેઠક મળી

bharuchexpress

આમોદ: તણછા ગામ નજીક લૂંટની કોશિષ કરતા આરોપીઓને ઝડપી પાડતી આમોદ પોલીસ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़