રોટરી કલબ ઓફ ભરૂચ ધ્વારા રોટરી કલબ ખાતે ફ્રી મેડીસીનના સ્ટોરનું નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના વરદહસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી વેલ્ફેર ટ્રસ્ટના ચેરમેન અનિસ પરીખ, પ્રમુખ ડૉ. વિક્રમ પ્રેમકુમાર, સેક્રેટરી રચના પોદાર, ડૉ. વિહંગ સુખડીયા, સરોજ જીનવાલા, વિપુલ ઠક્કર, મનીષ પોદાર, રોનક શાહ, કિશોર સહદાદપુરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની બીજી વેવમાં રોટરી કલબે પાંચ હજારથી વધુ દર્દીઓને મફત દવાનું વિતરણ કર્યું હતું તે મુજબ આ વખતે પણ કોરોનાની સંભવિત ત્રીજી વેવમાં મફત દવાનું વિતરણ કરવામાં આવશે જેનો લાભ લેવા ભરૂચની જનતાને અનુરોધ રોટરી કલબ ધ્વારા અનુરોધ કરાયો છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી