Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ વાસીઓને ગુજરાત સરકારની અનોખી ભેટ ….,

જુઓ ભરૂચ ધારા સભ્ય દુષ્યંત ભાઇ પટેલે શું કહ્યું……..

 

ભરૂચ-દહેજ રસ્તા પર શ્રવણ ચોકડી પર ફ્લાયઓવર બનાવવાની કામગીરી ની જાહેરાત ગત બજેટ સ્પીચ માં માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સદર હું ફ્લાઈ ઓવર ની ડિઝાઇન માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ નિમણૂક કરવામાં આવેલ અને કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઈન બનાવતી વખતે વિવિધ વિકલ્પોનો અભ્યાસ કરવામાં આવેલ અને તે વિકલ્પો ચકાસતી વખતે શ્રવણ ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યા પછી પણ બોલાવ જંકશન અને નંદેલાવ ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિકની વિકટ સમસ્યા યથાવત રહે તેમ હોય લાંબાગાળાના આયોજન રૂપે બોલાવ જંકશન નંદેલાવ રેલવે ઓવરબ્રિજ અને શ્રવણ ચોકડી પર ૩.૪ કિલોમીટર લાંબો એલેવેટેડ કોરીડોર બનાવવામાં આવે કે જેમાં હયાત નંદેલાવ રેલવે ઓવરબ્રિજ પર ડબલ ડેકર બ્રિજ પ્રકારનું સ્ત્રકચર નું નિર્માણ થાય તેવા એલેવેટેડ કોરિડોર નું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો

અંદાજે રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે હાથ ધરનાર આ ૩.૪ કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોર થી ભરૂચ થી દહેજ જતા લાંબા અંતરના સળંગ ટ્રાફિક અને ભરૂચ બાયપાસ ની સમાંતરે વિકાસ પામેલ સોસાયટીઓ અને કોમર્શિયલ મિલકતોનો ઉપયોગ કરતા ટ્રાફીકને લગતા અલગ પડી શકાશે જેનાથી સમગ્ર ભરૂચ શહેર અને ભરૂચ બાયપાસ ની સમાંતરે વિકાસ પામેલ રહેણાંક સોસાયટીઓ અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરો નો ઉપયોગ કરતી જાહેર જનતા અને અન્ય શૈક્ષણિક તેમજ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ અને દહેજનો અને દહેજ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કાર્યરત ઓદ્યોગિક એકમોનો કોમર્શિયલ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલ કામદારોનો પેસેન્જર ટ્રાફિક તેમજ રસ્તાનો ઉપયોગ કરતી જાહેર જનતાને ઇંધણમાં તેમ જ સમયમાં બચત થશે અકસ્માતોની સંખ્યા ઘટશે અને દહેજના ઇન્ડસ્ટ્રીયલ વિકાસને વેગ મળવા જેવા અનેકવિધ લાભો થશે

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ અને અંકલેશ્વરમાં ‘ભારત કો જાનો ક્વિઝ’ સ્પર્ધાના વિજેતાઓનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

bharuchexpress

ભરૂચમાં જિલ્લા પં. હસ્તકની‎ 914 શાળામાં સર્વે શરૂ કરાયો‎

bharuchexpress

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી 35 લાખ ઉપરાંતની ઉચાપત કરતા કંપની મેનેજરે ફરિયાદ નોંધાવી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़