Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આમોદ તાલુકાના દાદાપોર ગામે કોબલા ગામને જોડતા રોડનું ખાર્તમુહૂર્ત કરાયું.

 

કાચો રોડ પાકો બનતાં પદયાત્રીઓ માટે લાભદાયી બનશે.

જૈન સમાજ વતી જૈન એલર્ટ ગ્રુપના રાજેશ શાહે પુસ્તક આપી મહેમાનોનું સન્માન કર્યું.

આમોદ તાલુકાના દાદાપોર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત દાદાપોરથી કોબલા જતાં નવા રોડ બનાવવાનું આજ રોજ ભરૂચ જિલ્લા સાસંદ ના હસ્તે ખાર્તમુહૂર્ત કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામલોકો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં.
આમોદ તાલુકાના દાદાપોર ગામે દાદાપોરથી કોબલા જતા ૨.૫ કિલોમીટર લાંબો રોડ મંજુર થતાં ૧૫૯.૩૭ લાખના ખર્ચે પાકો બનવાનો હોય તેની ખાર્તમુહૂર્ત વિધિ આજ રોજ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું હતું. જેમાં જીલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી,ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ શાહ દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામીએ સૌને આર્શીવચન આપ્યા હતાં. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જરૂરિયાત વાળા રસ્તા જ પહેલા ખાર્તમુહૂર્ત કરાયું હતું. પહેલા અમે રસ્તા મંજુર કરાવીએ છીએ,તેનું ખાર્તમુહૂર્ત પણ અમે જ કરીએ છીએ અને રસ્તો બની ગયા પછી તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ ઉપરાંત તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પણ યાદ કરી તેમના સમયમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના દેશમાં સારા રોડ રસ્તા બનતાં હતાં. આ ઉપરાંત તેમણે આમોદ જંબુસર વિસ્તારમાં શિક્ષણ બાબતે કાળજી રાખવાની ટકોર કરી હતી.


આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે પહેલા ભરૂચ જિલ્લા પંચાયતમાં શાસકો ધાર્મિકતા સાથે જોડાયેલા નહોતા. અત્યારના શાસકો ધાર્મિકતા સાથે જોડાયેલા હોય દાદાપોરથી કોબલા જતો રસ્તો પગપાળા સંઘ માટે ખાસ જરૂરિયાત હતો.જેથી લોકોને સુગમતા રહે.

દાદાપોરથી કોબલાનો ૨.૫ કી.મી.નો પાકો રોડ બનતાં પદયાત્રીઓ માટે સરળતા રહેશે.

આમોદ તાલુકાના દાદાપોરથી કોબલા જતો માર્ગ કાચો હોવાને કારણે પદયાત્રીઓને ઘણી જ અગવડતા પડતી હતી. ત્યારે આ રોડનું આજે ખાર્તમુહૂર્ત થતાં પદયાત્રીઓ માટે રાહત સાંપડી છે. આમોદ જૈન એલર્ટ ગ્રુપના રાજેશ શાહે જણાવ્યું હતું કે આ રોડ ઉપરથી ફાગવેલ,બોચાસણ,ડાકોર,વડતાલ,વણછરા જેવા ધાર્મિક સ્થાનોએ લોકો પગપાળા સંઘમાં જાય છે. ખાસ કરીને વણછરા ગામે આવેલા પાર્શ્વનાથ ભગવાનના મંદિરે જૈન સાધુઓ તેમજ સાધુ-ભગવંતો પદયાત્રા દરમિયાન આ રોડ ઉપરથી પસાર થતાં હોય રસ્તાનું ખાર્તમુહૂર્ત થતાં જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી.ત્યારે જૈન સમાજ વતી જૈન એલર્ટ ગ્રુપના રાજેશ શાહે મહેમાનોને પુસ્તક ભેંટ આપી સન્માન કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

પાનોલી પોલીસે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધી બે ઈસમોને ઝડપી પાડ્યા

bharuchexpress

વાગરા: બંદૂકની અણીએ 2 બુકાનીધારીઓએ ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી રફુચક્કર, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો..

bharuchexpress

ભરુચ: સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિની વિગત જાહેર કરાઈ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़