હાલમાં સમગ્ર દુનિયા કોરોના મહામારી ની ગંભીર બિમારીમાંથી ઉભરાઇ રહી છે, સામાન્ય માણસો માટે લૉક ડાઉન સમયે ગુજરાન ચલાવવું કફોડું બન્યું હતું, તેવા કપરા સમયમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પોતાની ફરજ સમજીને સમાજને મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું હતું,
ફુટ પેકેજ હોય રક્તદાન હોય એજ્યુકેશન હોય તે પછી સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાત હર હંમેશ આગળ રહીને સમાજના પડખે ઊભી હોઈ તેવી સંસ્થા એટલે ‘ ઉમ્મીદ ગ્રુપ આણંદ ઉમ્મીદ ગ્રુપ હવે માત્ર નામ નથી રહ્યું પરંતુ લોકો માટે આશાનું કિરણ બની ચૂક્યું છે, ત્યારે CAE મીડિયા ગ્રુપ આણંદ ના સંસ્થાપક ડો મહંમદ રફીક ફારુકી તેમજ આરીફ ભાઈ ધ્વારાં ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝભાઈ વહોરાને સર્ટિફિકેટ આપી તેમજ સાલ ઓઢાઢીને ‘ધ એવોર્ડ ઑફ એક્સિલેન્ટ વર્ક ‘નો અવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે CAE મીડિયા ગ્રુપ આણંદ ના સંસ્થાપક ડો.મહંમદ રફીક ફારુકી તેમજ આરીફ ભાઈ, ઉમ્મીદ ગ્રુપના સેક્રેટરી સરફરાઝ ભાઈ કાજલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી