હાલમાં કોવિડ ૧૯ જેવી ભયંકર બીમારીમાં ત્રીજી લહેરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઊછાળો જોવા મળી રહયો છે જેના સાવચેતીના ભાગરૂપે હાંસોટ તાલુકાના સરકારી દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેપીડ તેમજ RTPCR ટેસ્ટ માટે લોકો લાઈનમાં આવી ટેસ્ટ કરાવી રહ્યા હતાં.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના મેડિકલ ઓફિસર ડૉ. હેમાંશી કાકડીયા એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી કેસો વધી આવતાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણોવાળા દર્દી ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે અને રેપીડ ટેસ્ટ દરમિયાન પોઝીટીવ આવતાં દર્દીઓને હોમ આઈસોલેશન કરવામાં આવે છે અને તેઓને દિન ૭ સુધી હોમ કોરોન્ટાઈન કરવામાં આવે છે અને જરૂરી તમામ સારવાર ડોક્ટરની સક્રિય ટીમ દ્વારા કરવામાં આવે છે અને યોગ્ય સાવચેતીરૂપે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વધુમાં સાહોલ શાળાના શિક્ષક નિલેશકુમાર ડી.સોલંકીએ પણ રેપીડ ટેસ્ટ કરાવતાં તેઓનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી