– વીજ કંપનીને જાણ થતાં તાત્કાલિક ઇલેક્ટ્રીક લાઈટ બંધ કરી દેતાં મોટી દુર્ઘટના તળી હતી
આમોદ નગરમાં આવેલા તિલક મેદાનમાં આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.આગને કારણે વીજ ટ્રાન્સફોર્મર સળગતા ધડાકા થયાં હતા.જેને કારણે તિલક મેદાનમાં પાર્ક કરેલા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને પોતાના વાહનો સલામત જગ્યાએ લઈ ગયા હતાં.આમોદ વીજ કંપનીને તાત્કાલિક જાગૃત નાગરિકે ફોન કરતાં વીજ કંપનીએ તાત્કાલિક ઇલેક્ટ્રિક લાઈટ બંધ કરી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી.તિલક મેદાનમાં જ ટેલરની દુકાન ધરાવતાં અદિલ મકસુદ મલેક તેમજ મિત્રોએ કારબામાં પાણી લાઇ પાણીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી ગઇ હતી.અને મોટી જાનહાની તળી હતી.ત્યાર બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક આવી ફરીથી લાઈટ ચાલુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી