



આમોદ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય એવા હરેશ ભાઈ પટેલે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી મારુતિશીહ અટોદરિયા ના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ પક્ષ છોડી અચાનક ભાજપમાં જોડાતાં કોંગ્રેસ માટે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી સમસ્યા ઉભી થઈ છે. હાલમાં જ તેમની પેનલ સરપંચની ચૂંટણીમાં પણ સરપંચ સાથે સાથે ભારે બહુમતી થી વિજય થઈ હતી. ત્યારે આજે ભાજપામાં જોડાઈ કોંગી આગેવાનોએ કોંગ્રેસ પક્ષને જાકારો આપ્યો છે. હાલમાં જ નવનિયુક્ત કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડી ભાજપમાં આવતાં સમગ તાલુકામાં કોંગ્રેસ માટે એક ચિંતા નો વિષય ઉભો કરી ભરૂચ ના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી