



વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતના નવનિર્મિત સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની નવનિર્મિત ચેમ્બર નું ગ્રામજનોની હાજરીમાં સાદગી પૂર્વક ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વલણ ગામના મૌલાના હસન અશરફી એ ફાતેહા નું પઠન કરી નવનિર્મિત સરપંચ તેમજ તલાટી મંત્રી ની ચેમ્બર ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે વલણ ગામના સરપંચ રમણ ભાઈ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. કે જુનું મકાન જર્જરિત બનતા ગ્રામ પંચાયત સ્વ ભંડોળ માંથી અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગામને નવા મકાનની જરૂર હોય અને મારૂ એક સપનું હતું. મારી ગ્રામ પંચાયતની ટીમના સહકારથી આ કાર્ય સફળ થયું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો મોહસીન જોલી તેમજ ઉસ્માન ઉઘરાદાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની ચેમ્બર બનતા હવે ગ્રામજનો ને સરકારી કામોમાં પણ સરળતા રહેશે તેમજ ગ્રામજનોની સુવિધામાં વધારો થશે અને ગ્રામજનોને પડતી તકલીફ દુર થશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી