



ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી જેમાં વિજેતા થયેલા સરપંચો અને સભ્યો એ વિધિવત નિયુક્ત અધિકારી અને તલાટી ની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો છે, રાજપારડી ગ્રુપ ગ્રામપંચાયતમાં વિજેતા સરપંચ કાલીદાસ મગન ભાઈ વસાવા અને તેમના ચૂંટાયેલા સભ્યો સાથે ગ્રામપંચાયત ખાતે આવી પહોંચ્યા હતા તેઓ ની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા . ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસેવક જયેશ વસાવા અને તલાટી કમ મંત્રી અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજાય હતી . જેમાં સરપંચ કાલીદાસ ભાઈ મગન ભાઈ વસાવા
સહીતના સભ્યો એ શપથ ગ્રહણ કર્યા હતા . ત્યાર બાદ ઉપ સરપંચ ની વરણી કરવામાં આવી હતી . જેમાં ઉપ સરપંચ તરીકે ઝઘડિયા તાલુકાના ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ ના ધર્મ પત્ની મનીષાબા ની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી અને તેઓ એ વિધિવત પંચાયત નો કાર્યભાર સંભાળી ગામના વિકાસની ગાથા ને આગળ ધપાવવાની ખાત્રી આપી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી