ભરૂચ શહેરમાં આવતીકાલે મેઈન્ટેનન્સની કામગીરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્વામિનારાયણ ફીડર ઉપર ૯ કલાકના વીજકાપની જાહેરાત કરી છે. જેની અસર અંદાજે ૮ હજાર લોકોને થશે. જ્યારે વીજ પુરવઠો બંધ રહેવાના કારણે ભરૂચ શહેરના ૧.૭૫ લાખ લોકોને નગર પાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો શનિવારે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન નહીં મળે. ભરૂચ શહેરમાં આવતીકાલે દક્ષિણ ગુજરાત વીજ કંપની ( સ્વામીનારાયણ ફીડર ) તરફથી અયોધ્યા ફિલ્ટેશન પ્લાન્ટ , માતરિયા ઈન્ટેકવેલ અને શક્તિનાથ ટાંકી ઉપર અપાતો વીજ પુરવઠો સવારના ૮ થી સાંજના ૫ કલાક સુધી બંધ રાખવામાં આવનાર છે. વીજ કંપનીના ૯ કલાકના વીજ કાપ સાથે સમગ્ર શહેરની પોણા બે લાખ વસતીએ પાણી કાપનો પણ સામનો કરવો પડશે.
આવતીકાલે વીજ કંપની દ્વારા સ્વામિનારાયણ ફીડરમાં સમારકામના પગલે બંધ રખાતા આ ફીડર પરથી વીજ પુરવઠો મેળવતી શક્તિનાથ, લિંક રોડ સહિતના વિસ્તારની સોસાયટીના ૮૦૦૯ જેટલા લોકોએ ૯ કલાક સુધી વીજળી વગર રહેવું પડશે. બીજી તરફ શહેરને પાણી માતરિયા તળાવના અયોધ્યા સ્થિત ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી પોહચાડવામાં આવતું હોવાથી ૧.૭૫ લાખ લોકોને વીજળી વીના પાણી પણ દિવસભર મળી શકશે નહીં. ૨૨ કેવી ફીડર સ્વામીનારાયણ ફિડર હેઠળ આવતા તુલસી રેસીડન્સી, ધનશ્રી કોમ્પ્લેક્ષ, ગણેશ ટાઉનશીપ, આલ્ફા સોસાયટી, પંચવટી સોસાયટી, દિનદયાળ કોમ્પલેક્ષ, અયોધ્યાનગર, સાંઈબીબી સોસાયટી, શુભમ સોસાયટી, બા-આલય એપાર્ટમેન્ટ, ગંગેશ્વર પાર્ક, જજ ક્વાર્ટર, સરદાર શોપિંગ, માતરિયા તળાવ પાણીની ટાંકી, અયોધ્યાનગર પાણીની ટાંકી, જય નારાયણ, ગંગોત્રી, આકાશદીપ, આમ્રપાલીમાં વીજપુરવઠો બંધ રહેશે.
*ભરૂચ શહેરની જનતાએ પાણીનો સંગ્રહ કરીને સાચવીને વાપરવું*
શનિવારના રોજ સવારના ૮ વાગ્યાથી શહેરમાં તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા કહ્યું છે. રવિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.> સંજય સોની, મુખ્ય અધિકારી,ભરૂચ નગર પાલિકા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી