વેસ્ટર્ન રેલવે પર આવેલું ભરૂચ જિલ્લાનું નબીપુર રેલવે સ્ટેશન છે જ્યાં ડાઉન લાઇનના પ્લેટફોર્મના જીર્ણોદ્ધારનું કામ છેલ્લા ત્રણ વર્ષો થી ચાલે છે જે પૂરું થવાનું નામજ લેતું નથી. આ સ્ટેશને થી રોજીરોટી અને ધંધાર્થે જવા માટે નબીપુર અને આજુબાજુના ગામોની જનતા તેનો ઉપયોગ કરે છે. આ ખોરંભે પડેલા પ્લેટફોર્મના કારણે ડાઉન લાઇનના પ્લેટફોર્મ ઉપર થયેલા ખોડકામને કારણે મુસાફરોને બેસવા માટેની કોઈજ વ્યવસ્થા હાલમાં નથી. શિયાળો હોય કે ચોમાસુ હોય અથવા ધોખધમતો ઉનાળો હોય મુસાફરોએ ઉભા ઉભા જ ગાડીની આવવાની રાહ જોવી પડે છે.
વધારે કરુણતા તો ત્યારે સામે આવે છે જ્યારે અબાલ વૃદ્ધો અને નાના બાળકો ટ્રેન ની રાહ જોતા ઉભા હોય. આ અંગે નબીપુર ગ્રામ પંચાયતના સભ્ય અને નબીપુર રેલ રોડ પેસેન્જર એસો. ના સભ્ય યુસુફભાઈ બોરીયાવાળા એ D R M BRC અને GM વેસ્ટર્ન રેલવેનું ધ્યાન દોર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કામ માટે ત્રણ ત્રણ કોન્ટ્રાક્ટરો બદલાઈ ચૂક્યા છે અને GMCC દ્વારા 2017 – 18 મા મંજૂર થયેલું પ્લેટફોર્મ અને છાપરાનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. હાલ લોકોમાં એકજ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું આ કામ હવે પૂર્ણ નહીં થાય ? રેલવે તંત્ર આ કામ પર સત્વરે ધ્યાન આપી જલડીમાં જલ્દી કામ પૂર્ણ કરાવે અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરે
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી