Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરુચ: જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગે માહિતી જાહેર કરાઈ

– “અરજદારની ઉંમર ૫૦(પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ”

કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસની મુદ્દત પુરી થતાં કરાર આધારિત કાયદા અધિકારીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી તા.૦૪/૦૧/૨૦૨૨ અને તા.૦૬/૦૧/૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ હતી. જેમાં મુદ્દા નં.૧ માં અરજદારની ઉંમર-૪૦(ચાલીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી તેવુ દર્શાવેલ હતું જેમાં સરકારના ઠરાવ મુજબ સુધારો કરી “અરજદારની ઉંમર-૪૦(ચાલીસ) વર્ષને બદલે ૫૦(પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ” તે મુજવ વાંચવું. આ અંગેની અરજીઓ તા.૦૪/૦૧/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ અખબારીયાદી મુજબ લાયકી ધોરણો/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે રૂબરૂ/ટપાલ મારફત મળી જાય તે રીતે અરજી કરવાની મુદ્દત લંબાવવામાં આવે છે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ: નબીપુરમાં મોહસીને આઝમ મિશન ના સહયોગથી પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

bharuchexpress

સમસ્ત વણકર સમાજ દ્વારા ભરૂચના નવેઠા ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા પરિચય પસંદગી મેળો યોજાયો

bharuchexpress

મિથેનોલ વપરાશકર્તા 350 યુનિટ પર પોલીસ તંત્રની નજર

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़