Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: જિલ્લા કક્ષાની મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી.

 

ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લિયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીટેશન એક્ટ-૨૦૧૩ ના અસરકારક અમલીકરણ થાય તે માટે જિલ્લા કક્ષાની મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની ડીસેમ્બર-૨૦૨૧ અંતિત બેઠક જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી. બેઠકમાં જૂન-૨૦૨૧ અંતિત મળેલ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ-૨૦૧૩ હેઠળ બનેલ બનાવોની સમીક્ષા તથા તેની તપાસ અંગેની અને દેખરેખની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સની સામાજિક અને આર્થિક રીતે પુન:સ્થાપન માટેની કાર્યવાહી અંગેની ચર્ચા તેમજ સફાઈ કામદારોને સલામતી માટે લેવાયેલ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરએ ઉક્ત એક્ટના અસરકારક અમલીકરણ માટે જુદા જુદા વિભાગોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી એક્ટ હેઠળ બનાવવામાં આવેલ નિયમોના અનુસંધાને જે પણ કામગીરી સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે તેમ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક મિત્તલ પટેલ, જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ તેમજ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

દહેજની મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગી, તમામ તૈયાર માલ બળીને ખાખ, પ્લાન્ટ બંધ હોવાથી જાનહાની ટળી

bharuchexpress

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

તવરા ગામના લોકોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું, વાગરાના ભાજપના ધારાસભ્ય પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़