અનુસૂચિત જાતિ પેટા યોજનાની માહે:-સપ્ટેમ્બર-૨૦૨૧ અને માહે:-ડીસેમ્બર-૨૦૨૧ અંતિત બે ક્વાર્ટરની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક મિત્તલ પટેલ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં એજન્ડા મુજબ સપ્ટેમ્બર-૨૦૨૧ અને ડીસેમ્બર-૨૦૨૧ અંતિત થયેલ ખર્ચની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત અનુસૂચિત જાતિ પેટા યોજનામાં થયેલ ખર્ચના લાભાર્થીઓની યાદી સાથે યોજનાવાઈઝ ચૂકવેલ સહાયની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આપવામાં આવેલ યોજનાકીય લાભો સમયસર મળી રહે તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમજ સમયમર્યાદામાં સમીક્ષા બેઠક યોજવા સૂચના આપી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી