



તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા તાલુકાના કડોદરા ગામ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 2, 3, 4, 8 મા યોગેશ સિંહ રણજીતસિંહ ગોહિલ તેમજ તેમની પેનલના સભ્યો નો વિજય થયો હતો. જેમાં આજરોજ સભ્ય છત્રસંગ ભાઈ અભય પરમાર, મહેન્દ્રસિંહ ઠાકોર ભાઈ ગોહિલ, સુમિત્રાબેન પ્રવીણ ભાઈ ગોહિલ, નિલેશ વિષ્ણુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ શીલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ તેમજ સરપંચ યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલ, ને માજી સરપંચ અરવિંદભાઈ સત્સંગ ભાઈ પરમાર તેમજ તલાટી કમ મંત્રી રમેશભાઈ ની ઉપસ્થિતિમાં ફુલહાર વિધી કરી નવા સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેમાં સરપંચ યોગેશ સિંહ રણજીતસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં ગામના વિકાસના કામો ગામના લોકો સાથે ઉભા રહી તત્પર રહેશે એમ જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી