



નેત્રંગ ના શણકોઇ ગામના આશ્રમ ફળીયા ખાતે ધમધમતા જુગાર ધામ પર નેત્રંગ પોલીસે રેડ કરી રૂપિયા ૫૨૭૩૦/= ના મુદામાલ સાથે મુખ્ય આરોપી સહિત ત્રણ જુગારીયાઓ ને ઝડપીલઇ જેલમા ધકેલી દીધા છે. જયારે અન્ય બે જુગારીયાઓ ફરાર થતા તેઓને ઝડપી પાડવા પોલીસે તાજ વીજ હાથ ધરતા જુગારીયો મા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી. એસ. આઇ. એન. જી. પાંચાણી ને મળેલ બાતમી ના આધારે નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઇ ગામના આશ્રમ ફળીયા વિસ્તાર ખાતે રહેતો જયેશ ચંદુભાઇ વસાવા આશ્રમ ફળીયા મા આવેલ પ્રાથમિક શાળા ની પાછળ ખુલ્લી જગ્યા મા હાથ લાઇટ ના અજવાળે કેટલાક ઇસમોને ભેગા કરી પતાપાના વડે રૂપિયા ની હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમી ના આધારે પી. એસ. આઇ. એન. જી. પાંચાણી તેમજ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ધમધમતા જુગાર ધામ ખાતે થી મુખ્ય આરોપી જયેશ ચંદુભાઇ વસાવા સહિત અન્ય ત્રણ જુગારીયો ઝડપાઇ ગયા હતા. જેમા ( ૧ ) જીવરાજ બાબુભાઇ વસાવા ( ૨ ) ગોવિંદ રામુભાઇ વસાવા (૩) ભૌમિન ઉફે ભુપલ ભોલાસીંગ વસાવા તમામ રહે શણકોઇ આશ્રમ ફળીયુ. જયારે ફરાર થયેલા જુગારીઓમા ( ૧ ) શૈલેષ દિનેશભાઇ વસાવા ( ૨ ) વિલાશ ઉફે જાડુ સુખદેવ વસાવા બંન્ને રહે શણકોઇ પટેલ ફળીયુ જયારે અંગ જડતીમાંથી રોકડ રૂપિયા ૩૫૫૫/= દાવ ઉપર થી રૂપિયા મળેલ રોકડા રૂપિયા ૮૧૭૫/= મળી કુલ્લે રોકડા રૂપિયા ૧૧૭૩૦/= તથા મોબાઇલ ફોન નંગ ૨ જેની કિંમત રૂપિયા ૬૦૦૦/= તથા મોટરસાયકલ નંગ ૧ જેની કિંમત રૂપિયા ૩૫૦૦૦/= મળીકુલ્લે રૂપિયા ૫૨૭૩૦/= નો મુદામાલ જપ્ત કરી કાયદેસર ની કાયઁવાહી હાથધરવામા આવી છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી