ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નબીપુર નજીક એક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તરફથી વડોદરા તરફ એક ટ્રક નં. GJ 05 BX 7202 વડોદરા તરફ જઈ રહી હતી. ટ્રકમાં કૃષિ ખાતરની ગુણો ભરેલી હતી.
ટ્રક ચાલકે સ્ટીયરિંગ અથવા અન્ય કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક શ્રી શિવ કૃપા હોટલ પાસે પલટી ગઈ હતી. ટ્રક પલ્ટી જતા ટ્રકમાં ભરેલી ખાતરની ગુણો હાઇવે પર ફંગોળાઈ ગઈ હતી જેને લીધે હાઇવે ટ્રાફિકને થોડીવાર માટે અસર થવા પામી હતી. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…
બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી