



નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે શહેરના વોર્ડ નં.3, 5 અને 7માં આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ કરાયું હતુ
– રાજય સરકાર નાગરિકોના આરોગ્ય અને જનસુખાકારી માટે સતત કાર્યરત છે.
આજના દોડઘામભર્યા-આધુનિક ઝડપી જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખુબ જ અગત્યનું છે,વ્યકિત પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો આરોગ્યલક્ષી અનેક ફાયદાઓ મેળવી શકાય છે, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે ત્યારે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનાસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બંટી વણકરના સહયોગથી વોર્ડ નંબરઃ ૩,૫, અને ૭ના તમામ નગરસેવકોના પ્રયાસો વડે તૈયાર થયેલા ૧૨૦૧ જેટલા આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ ઉકત વોર્ડના નગરસેવકોને કરવામાં આવ્યું હતું. નગરસેવકો ધ્વારા જે તે લાભાર્થી સુધી પહોંચી ઉકત કાર્ડનું વિતરણ કરશે.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે ગુજરાત રાજય સરકાર ધ્વારા જનજનના સ્વાસ્થયની ચિંતા કરીને તેઓની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે.આયુષ્યમાન કાર્ડ અનેક ઘરનો દિકરો સાબિત થયો છે.રાજય સરકાર નાગરિકોના આરોગ્ય અને જનસુખાકારી માટે સતત કાર્યરત છે.તેમણે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી જેનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. આ વેળાએ ઉકત વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહયા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી