Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ: આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો,ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ

 

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે ગત નવેમ્બર માસ ની ૮ મી તારીખે ૧૩ વર્ષીય એક સગીરા પોતાના ગામની સીમમાં લાકડાં વીણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા મામલા અંગે ભારે ચકચાર મચી હતી,ઘટના ની જાણ થતાં પોલીસે મૃતક સગીરા ના મૃતદેહ નું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો,

સરભાણ ગામ ની સીમમાં બનેલ ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગ ની અલગ અલગ ટીમોએ મામલે તપાસ ના ધમધમાટ શરૂ કરી અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હુમન ઈન્ટેલિજન્સ ની મદદ થી ૧૧૦૦ થી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી કરી હતી,જે બાદ પોલીસ તપાસ માં સરભાણ ગામ માં જ મજૂર કોલોની ખાતે રહેતા વસંત પૂજા ભાઈ રાઠોડ નામના ૨૪ વર્ષીય આરોપીની ઘટનામાં સંડોવણી બાહર આવી હોવાની વિગતો સામે આવી છે,જેમાં આરોપી વસંત સગીરા ની દુકાને ગુટખા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા ઉપર બગડી હતી અને બાદ માં તેણે મોકા નો લાભ લઈ સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા જતી હોય તેનુ મોઢું દબાવી સગીરાને જમીન પર પાડી દઈ તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી દઈ હત્યાને અંજામ આપ્યો હતો,

સગીરાના મોત બાદ પોલીસ ને ગુમરાહ કરવા માટે આરોપીએ અન્ય લોકો ની સાથે મળી જઇ તેની લાશ ને તેના ઘર પાસે લઇ જઇ મામલે ધાક પિછોડો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે,પરંતુ આખરે સગીરાના મોત નો હત્યારો પોલીસ પકડ થી બચી શક્યો નહિ અને હાલ માં જેલ ના સળિયા પાછળ ધકેલાયો છે

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ જતા થયેલ ભડકાથી એક મહિલા દાઝી હતી.

bharuchexpress

ભરૂચની દેહગામ ચોકડી પાસે આવેલ અલ મુકામ સોસાયટી ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

bharuchexpress

ભરૂચ: AIMIM પાર્ટીના કાર્યકરોએ પાર્ટીના વડા અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़